મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં ધાર્મિક સ્થળો ખોલવાને લઈને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat singh koshyari) અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) આમને સામને છે. બંને બાજુથી શાબ્દિક યુદ્ધ ચાલુ છે. આ બધા વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે ઈશારામાં રાજ્યપાલ પર નિશાન સાધ્યું છે. માત્ર મહારાષ્ટ્ર જ નહીં તેમણે પશ્ચિમ બંગાળના રાજ્યપાલની કાર્યપ્રણાલી ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા સાથે વાત કરતા રાઉતે કહ્યું કે દેશમાં હાલ બે જ પ્રદેશો મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ છે. બાકીના જગ્યાએ રાજ્યપાલ છે કે નહીં તે મને ખબર નથી. શિવસેનાના નેતાએ વધુમાં કહ્યું કે રાજ્યપાલ ભારત સરકાર અને રાષ્ટ્રપતિના પોલિટિકલ એજન્ટ હોય છે. આવું એટલા માટે કારણ કે તેઓ રાજનીતિક કામ કરે છે. 


બિહાર ચૂંટણી: NDA માટે 12 રેલીઓ કરશે PM નરેન્દ્ર મોદી, CM નીતિશકુમાર પણ રહેશે હાજર


ભાજપ પર સાધ્યું નિશાન
સંજય રાઉત આટલે ન અટક્યા. તેમણે આગળ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલો પર કટાક્ષ કરતા કહ્યું કે એવું લાગે છે કે આજકાલ આખા દેશમાં ફક્ત બે જ પ્રદેશોમાં રાજ્યપાલ છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ. બાકી ક્યાંય રાજ્યપાલ છે કે નહીં તે હું જાણતો નથી. કારણ કે અહીં વિરોધીઓની સરકાર છે. રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અમે ક્યારેય રાજ્યપાલને પાછા બોલાવવાનું કહ્યું નથી. પરંતુ કેન્દ્રમાં જો UPAની સરકાર હોત અને તેમના રાજ્યપાલ આવો વ્યવહાર કરત તો ભાજપ જરૂર બોલત કે રાજ્યપાલને પાછા બોલાવી લેવામાં આવે. 


LPG ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરીની રીતમાં મોટો ફેરફાર, 1 નવેમ્બરથી લાગુ થશે નવી સિસ્ટમ, ખાસ જાણો


મીડિયા પર રહ્યા ચૂપ
મીડિયાએ જ્યારે સંજય રાઉતને બોલીવુડ  પર સવાલ કર્યો તો તેઓ બચતા નજરે ચડ્યા. તેમણે કહ્યું કે મને કશું ખબર નથી. નોંધનીય છે કે મંદિર ખોલવાને લઈને રાજ્યપાલ અને શિવસેના સરકાર વચ્ચે વિવાદ ચાલુ છે. રાજ્યપાલ ઈચ્છે છે કે રાજ્યમાં મંદિરો ખોલવા માટે મંજૂરી આપવામાં આવે. પરંતુ શિવસેના આ માટે તૈયાર નથી. મુખ્યમંત્રી ઠાકરે તરફથી કહેવાયું કે સરકાર ધીરે ધીરે અનલોક તરફ આગળ વધી રહી છે. 


કોરોનાકાળમાં અહીં મળે છે 1 રૂપિયામાં ભોજનની થાળી, વ્યંજનોની વેરાઈટી જોઈને દંગ રહી જશો


રાજ્યપાલે લખ્યો હતો પત્ર
અત્રે જણાવવાનું કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને મંદિર ખોલવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે એક જૂનથી તમે મિશન ફરી શરૂ કરવાની જાહેરાત કરી, પરંતુ ચાર મહિના બાદ પણ પૂજા સ્થળો ખોલવામાં આવ્યા નથી. તેમણે કહ્યું હતું કે આ વિડંબણા છે કે સરકારે બાર અને રેસ્ટોરા ખોલ્યા છે પરંતુ દેવી અને દેવતાઓના સ્થળ ખોલ્યા નથી. તમે હિન્દુત્વના મજબૂત પક્ષધર રહ્યા છો. તમે ભગવાન રામ માટે જાહેરમાં તમારી ભક્તિ વ્યક્ત કરી. શું તમે અચાનક પોતાને ધર્મનિરપેક્ષ બનાવી લીધા છે? જે શબ્દથી તમને નફરત છે?


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube